પોરબંદર નજીક બરડા ડુંગરમાં ભારતીય નેવીનું UAV ક્રેશ થયું છે. રાણાવાવ નજીક આવેલા ખાખરાવાળામાં આ ક્રેશની ઘટના બની છે. ટેકનિકલ ખામીને કારણે દુર્ઘટના સર્જાય છે. આ ક્રેશની માહિતી મળતા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્ળથે પહોંચી ગયા છે. ડુંગરાળ વિસ્તાર હોવાને કારણે સ્થળ પર કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે. મહત્વનું છે કે એક મહિનામાં UAV ક્રેશ થવાની આ બીજી ઘટના છે.