CAA પર અનેક શંકાઓથી ઘેરાયેલા મુસ્લિમ સમાજને ગૃહ મંત્રાલયે ચિંતા ન કરવાની અપીલ કરી છે. મંગળવારે મોડી સાંજે જારી કરાયેલા એક નિવેદનમાં મંત્રાલયે કહ્યું કે મુસ્લિમોએ નાગરિકતા સંશોધન કાયદાથી ગભરાવાની જરૂર નથી. ભારતીય મુસ્લિમોને આ કાયદા સાથે કોઈ લેવાદેવા નથી. તેમને હિંદુઓ જેટલો જ અધિકાર છે.
મંત્રાલયે CAA અંગે મુસ્લિમો અને વિદ્યાર્થીઓના એક વર્ગની આશંકાઓને દૂર કરવાનો પ્રયાસ કરતા સ્પષ્ટ કર્યું કે CAA કાયદો લાગુ થવાથી કોઈપણ ભારતીયને તેની નાગરિકતા સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજ રજૂ કરવા માટે કહેવામાં નહીં આવશે.