ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓની ટીમે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની પ્રથમ સિઝનનું ટાઇટલ જીતીને રેકોર્ડ સર્જી દીધો છે. યુવરાજ સિંહના નેતૃત્વમાં ભારતીય ચેમ્પિયન્સે 13 જુલાઈના રોજ એજબેસ્ટન, બર્મિંગહામ ખાતે રમાયેલી ફાઈનલ મેચમાં પાકિસ્તાન ચેમ્પિયન્સને 5 વિકેટથી હરાવ્યું હતું. પાકિસ્તાનના કેપ્ટન યુનિસ ખાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનની ટીમે 20 ઓવરમાં 156/6નો સારો સ્કોર બનાવ્યો હતો.