કોરોના વાયરસના કારણે દેશભરમાં શિક્ષણ સંસ્થાઓ હજુ પણ બંધ છે. આ સ્થિતિમાં જાણીતી શૈક્ષણિક સંસ્થા IIT મુંબઈએ એક ઐતિહાસિક ફેંસલો લીધો છે. સંસ્થા આગામી શૈક્ષણિક સત્ર ઓનલાઈન શરૂ કરીને નવો ચીલો પાડશે. IIT ડાયરેક્ટર તરફથી ફેસબુક પર સ્ટેટસ મૂકીને પોતાના વિદ્યાર્થીઓ અને એલુમનાઈને આ સૂચના આપવામાં આવી છે.
IIT મુંબઈના ડાયરેક્ટર પ્રોફેસર શુભ આશીષ ચૌધરીએ જણાવ્યું કે, લાંબા વિચાર વિમર્શ બાદ IIT તરફથી આ ફેંસલો લેવામાં આવ્યો છે. IIT માટે સ્ટુડન્ટ્સ પ્રથમ પ્રાથમિકતા છે અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ઓનલાઈન ક્લાસનો ફેંસલો લેવામાં આવ્યો છે.
સંસ્થાના તમામ સ્ટુડન્ટ્સને લેપટોપ અને બીજા ટેકોનોલોજીકલ સાધનો પરવડે તેમ ન હોવાથી આવા વિદ્યાર્થીઓ સુધી સંસાધન પહોંચાડવા માટે આઈઆઈટી એલુમનાઈએ 5 કરોડના ફંડનો ટાર્ગેટ રાખ્યો છે. જેમાંથી લેપટોપ અને અન્ય જરૂરી સાધનો ખરીદીને સ્ટુડન્ટ્સને આપવામાં આવશે.
લૉકડાઉન લાગુ થયા બાદ IITનું એકેડમિક્સ સત્ર અટકી ગયું હતું. સ્ટુડન્ટ્સ તેમના ઘરે જવા નીકળી ગયા હતા અને કોર્સ અધૂરો રહી ગયો હતો. લાંબા સમયથી આવી સ્થિતિ વચ્ચે IIT મુંબઈએ ફેસ ટુ ફેસ તમામ લેક્ચર નહીં યોજવાના બદલે આગામી પૂરું સત્ર ઓનલાઈન ચલાવવાનો નિર્ણય લીધો છે.