ફિચ રેટિંગ્સે મંગળવારે જણાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના અર્થતંત્રમાં નોંધપાત્ર 10.5 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. એપ્રિલ-જૂનના ગાળામાં વિશ્વમાં ભારતના જીડીપીમાં સૌથી તીવ્ર ઘટાડો નોંધાયો હતો.
કોરોના મહામારીને નાથવા માટે લાગુ કરાયેલા લોકડાઉનને લીધે ભારતનો જીડીપી વર્ષ દર વર્ષના હિસાબે 24 ટકા ઘટ્યો હતો. ફિચના મતે ત્રીજા ત્રિમાસિક ગાળામાં (ઓક્ટોબર-ડિસેમ્બર) જીડીપીમાં મજબૂત સુધારો નોંધાઈ શકે છે. અનલોકો બાદ અર્થતંત્ર ફરી ધબકતું થયું હોવાથી તેની પ્રોત્સાહક અસરો આગામી સમયમાં જોવા મળી શકે છે.
નાણાકીય વર્ષ માટે જીડીપીનો અંદાજ ઘટાડીને -10.5 ટકા કર્યો છે જે અગાઉના -5 ટકાની તુલનાએ તીવ્ર ઘટાડો સુચવે છે. અગાઉ ગ્લોબલ ઈકોનોમિક આઉટલૂકમાં -5 ટકા જીડીપીનો અંદાજ ફિચે વ્યક્ત કર્યો હતો.