ઈન્ટનેશનલ મોનેટરી ફંડ (IMF)એ 2019 અને 2020 માટે ભારતના વિકાસદરનું અનુમાન ઘટાડી દીધું છે. આ બંને વર્ષ માટે અનુમાનમાં 0.3 ટકાનો ઘટાડો કરાયો છે. IMFના તાજા અનુમાન મુજબ 2019માં ભારતનો વિકાસદર 7 ટકા અને 2020માં 7.2 ટકાનો રહેશે. જોકે IMFએ સ્પષ્ટ કર્યું છે કે ભારતનું અર્થતંત્ર વિશ્વનું સૌથી ઝડપથી આગળ વધનારું અર્થતંત્ર બની રહેશે તે ચીનથી ઘણું આગળ રહેશે.