ભારતમાં આ વર્ષે સરેરાશ ફુગાવો ૭.૧ ટકા રહેવા સંભવ છે. તેમ જણાવતાં વર્લ્ડ બેન્કે એવો અંદાજ આપ્યો છે કે ભલે ભારતનો આર્થિક વૃદ્ધિદર જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન ૬.૩ ટકા જ રહ્યો હોય, પરંતુ સંપૂર્ણ નાણાંકીય વર્ષ દરમિયાન જી.ડી.પી.માં વધારો, ૬.૮ ટકાથી ૭ ટકા જેટલો રહેશે. આ રીતે જોતાં ૨૦૨૨-૨૩ના સમગ્ર નાણાંકીય વર્ષ દરમિયાન ભારતનો જીડીપીનો વિકાસદર ૬.૯ ટકા રહેશે.
વર્લ્ડ બેન્કે રજૂ કરેલા અહેવાલમાં વધુમાં જણાવ્યું છે કે, નાણાંકીય નીતિમાં મુકવામાં આવેલી કડકાઈ તો બીજી તરફ ચીજવસ્તુઓનાં ભાવમાં થયેલો વધારો, વિકાસ વૃદ્ધિને રૂંધી રહ્યાં છે. નોંધવા યોગ્ય તો તે છે કે સરેરાશ મુદ્દા-સ્ફિતિ દર (ફુગાવાનો દર) ચાલુ નાણાંકીય વર્ષે ૭.૧ ટકા (જથ્થાબંધ ભાવોમાં) રહેવા સંભવ છે.