દેશના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન અમેરિકન ડોલરની ઇકોનોમી બનાવવાના નારાઓ મધ્યે ભારતનો સકલ ઘરેલુ ઉત્પાદન વૃદ્ધદર ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષના એપ્રિલ-જૂનના પહેલા ત્રિમાસિકમાં છેલ્લા છ વર્ષના તળિયે પાંચ ટકા પર ગગડી ગયો છે. ૨૦૧૮-૧૯ના જાન્યુઆરીથી માર્ચના અંતિમ ત્રિમાસિકમાં જીડીપીનો વૃદ્ધિદર ૫.૮ ટકા નોંધાયો હતો. ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષમાં એપ્રિલ-જૂનના ત્રિમાસિકમાં આર્થિક વૃદ્ધિદર ૮ ટકા નોંધાયો હતો. અગાઉ ૨૦૧૨-૧૩માં જીડીપીનો વૃદ્ધિદર ૪.૯ ટકા પર પહોંચ્યો હતો. દેશમાં ઘટી રહેલી ગ્રાહક માગ અને ખાનગી રોકાણના કારણે તમામ સેક્ટરો પર વિપરિત અસર થઇ છે.