દેશની જનતા ભવિષ્ય તરફ જોઈ રહી છે. તે ખૂબ જ આશાવાદી છે. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. છેલ્લા દાયકામાં ભારતીય અર્થતંત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે તેમ નાણામંત્રી નિર્મલા સીતારામને વચગાળાનું બજેટ રજૂ કરતાં ગુરુવારે કહ્યું હતું.
નાણામંત્રી સીતારામને કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૪માં દેશ અનેક પડકારોનો સામનો કરી રહ્યો હતો. સરકારે આ બધા જ પડકારો દૂર કરી દીધા છે અને માળખાગત સુધારા, જનતાના હિતો માટેના સુધારા કર્યા છે. સરકારે જનતાને વધુમાં વધુ રોજગારની તકો આપી છે. દેશમાં નવા ઉદ્દેશ્ય અને આશા જાગી છે. જનતાએ બીજી વખત સરકાર માટે અમારી પસંદગી કરી હતી. અમે વ્યાપક વિકાસની વાતો કરી. 'સબકા સાથ, સબકા વિશ્વાસ ઔર સબકા પ્રયાસ'ના મંત્રથી આપણે આગળ વધ્યા છીએ.