દેશના અંદાજે 100 મુખ્ય સંગઠનો અને અનેક નિષ્ણાંતોએ દેશના બેન્કિંગ સંકટ અને અર્થવ્યવસ્થાની સ્થિતિ બાબતે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. નિષ્ણાંતોએ કહ્યું છે કે નોટબંધી અને તેના પછી ઉત્તપન્ન થયેલી કેશ ક્રંચની સ્થિતિથી બેન્કો અને ઈકોનોમી ડૂબી છે. નેશનલ અલાયન્સ ઓફ પીપલ્સ મૂવમેન્ટે લેટર લખીને સમસ્યાઓને રજુ કરી હતી. દેશ ફરી એકવાર નાણાંની તંગીનો સામનો કરી રહ્યો છે.