ત્રિપુરામાં ભાજપ સમર્થકો દ્વારા સોવિયેત યુનિયનના સ્થાપક લેનિનની પ્રતિમા તોડી પાડવાની ઘટના અંગે પ્રતિક્રિયા આપતા કેન્દ્રના રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન હંસરાજ આહિરે જણાવ્યું છે કે સરકાર કોઈ પણ પ્રકારની હિંસાને વખોડે છે, પરંતુ વિદેશી નેતાઓની પ્રતિમાઓને ભારતમાં કોઈ સ્થાન જ નથી. આ દેશમાં મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ, બી.આર. આંબેડકર, દીનદયાલ ઉપાધ્યાય અને રામ મનોહર લોહિયા જેવા અનેક મોટા આદર્શ પુરુષો છે.