ભારતે TBના રોગનો ભોગ બનેલા બાળકો ગળી શકે તેવી દવા વિકસાવી. દુનિયામાં આવું પહેલીવાર બન્યું. સરકારે બાળકો સરળતાથી ગળી શકે તેવી દવા હાલમાં TB કંટ્રોલ પ્રોગ્રામમાં છ રાજ્યોમાં દાખલ કરી. હવે અન્ય રાજ્યોમાં તે સરકારી દવાખાનાઓમાં પણ પહોંચશે. વળી, ખાનગી ધોરણે પણ તેનું વેચાણ થશે. ભારતમાં 75 હજાર બાળકો TBથી ગ્રસ્ત છે, ત્યારે આ દવા આશિર્વાદરુપ થઈ પડશે.