આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ભાગ લેવો જ જોઈએ તેવો સ્પષ્ટ મત તેંડુલકર, દ્રવિડ સહિતના દિગ્ગજ ક્રિકેટરો વ્યક્ત કરી ચૂક્યા છે. જે પછી કેપ્ટન કોહલી સહિતના ભારતીય ક્રિકેટરોએ પણ આઇસીસીના મિની વર્લ્ડ કપમાં રમવા માટેની તૈયારી બતાવી છે. ભારતીય ક્રિકેટરોની સાથએ વાત કર્યા બાદ ટીમ ઈન્ડિયાના કોચ અને ભૂતપૂર્વ ક્રિકેટર અનિલ કુમ્બલેએ ખેલાડીઓની લાગણી બોર્ડના ઓફિસિઅલ્સ સુધી પહોંચાડી દીધી છે.