ખેડા જિલ્લાની પ્રાથમિક કુમાર શાળા પરીએજમાં તાજેતરમાં એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઈકો ટુરીઝમ પરીએજ સંસ્થા સાથે સંકળાયેલ અને સારસ પક્ષીના સંવર્ધન અને સંરક્ષણ માટે કામ કરના ડૉ. જતિન્દર કોર દ્વારા ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને સારસ પક્ષી અને તેની જીવન ક્રિયા અંગે પ્રેઝન્ટેશન દ્વારા સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને સારસ સંરક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.