અમેરિકામાં ભારતીય સમુદાય દ્વારા ‘ટર્બન ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. ઈન્ડિયન અમેરિકન્સ પંજાબી સમુદાય દ્વારા ન્યૂયોર્કમાં ટાઈમ્સ સ્કેવર ખાતે વિશાળ સંખ્યામાં એકઠાં થઈને આ વિશેષ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઈન્ડિયન અમેરિકન કોમ્યુનિટી લીડર દિલીપ ચૌહાણ સહિતના અગ્રણીઓ પણ પાઘડી પહેરીને ઉજવણીમાં સામેલ થયા હતા. ચરણપ્રિતસિંઘ અને બોબી સિદાન દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું.