ભારતીય અને ચીનના નાગરિક હવે વિઝા વગર બ્રાઝીલ જઈ શકશે. બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોએ ગુરુવારના રોજ જણાવ્યું હતું કે સરકાર બન્ને દેશો (ભારત-ચીન)ના પર્યટકો અને વ્યાપારીયો માટે વિઝા ખતમ કરશે. જણાવી દઈએ કે તાજેતરમાં બ્રાઝીલે અમેરિકા, કેનેડા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના નાગરિકો માટે વિઝાના નિયમ પર પૂર્ણ વિરામ મુક્યો છે. તેમની સરકાર વિકાસશીલ દેશો માટે વિઝા જરૂરિયાતોને ખતમ કરશે.