જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્યના દરજ્જો હવે સમાપ્ત થઇ ગયો છે. જેના કારણે પાકિસ્તાન હચમચી ગયું છે. વધુમાં પાકિસ્તાને લડ્ડાખની નજીક સ્કર્દૂ એરબેઝ પર લડાકૂ વિમાન પણ તેનાત કર્યા છે. તેવામાં ભારતીય સેના પ્રમુખે પાકિસ્તાનને ચેતવણી આપી છે. સેના પ્રમુખે જનરલ બિપિન રાવતે કહ્યું કે ભારતીય સેના એલર્ટ પર છે. જો પાકિસ્તાની સેના એલઓસી પર આવવા ઇચ્છે છે તો તે તેમની પર નિર્ભર કરે છે. તેમને આ મામલે સરખો જવાબ મળશે.
વધુમાં જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિ પર પણ સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું કે કાશ્મીરના લોકો સાથે અમારી વાતચીત પહેલાની જેમ જ સામાન્ય છે. અમે હજી પણ તેમને બંદૂક વગર મળીએ છીએ અને આશા રાખીએ છીએ કે આગળ પણ બંદૂક વગર જ મળતા રહીશું.
એક અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના જણાવ્યા મુજબ પાકિસ્તાને શનિવારે ત્રણ C-130 ટ્રાંસપોર્ટ એરકાફ્ટ મોકલ્યા હતા. જે દ્વારા ફાઇટર એરક્રાફ્ટના ઉપકરણ લાવવામાં આવ્યા. કહેવાય છે કે પાકિસ્તાન જીએફ-17 ફાઇટર પ્લેન પણ અહીં મોકલી શકે છે. સ્કૂર્દ પાકિસ્તાનનું એક ફોર્વેડ ઓપરેટિંગ બેઝ છે. તેનો ઉપયોગ બોર્ડર પર આર્મી ઓપરેશનને મદદ કરવા માટે કરાય છે. સુત્રોનું એમ પણ કહેવું છે કે પાકિસ્તાનની વાયુસેના અહીં અભ્યાસ કરવાનું પ્લાનિંગ કરે છે. તો બીજી તરફ ગુપ્તચર વિભાગથી તેવી પણ જાણકારી મળી છે કે પાકિસ્તાન કોઇ મોટું કાવતરું કરવાના ફિરાકમાં છે. તેવું કહેવાય છે કે કાં તો પાકિસ્તાન યુદ્ધની તૈયારીમાં લાગ્યું છે કે પછી ભારતથી બચાવ આ બધુ કરી રહ્યો છે. વળી પાકિસ્તાને તેના ત્રણ પ્રમુખ નૌસૈનિક બંદરોને સંપૂર્ણ પણે ખાલી કરી દીધા છે.