ભારતીય બોક્સર નિખત ઝરીન 52 કિલોગ્રામ વેટ કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ છે. તેમણે એક દિવસ પહેલા ફાઈનલમાં થાઈલેન્ડની જિતપોંગ જુટામેન્સને 5-0 થી પરાજિત કરી હતી. તેલંગાણાની નિખત ભારતની એવી પાંચમી મહિલા બોક્સર છે, જેમણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. નિખમના બોક્સર બનવાની કહાની પણ રસપ્રદ છે. પિતા મોહમ્મદ જમીલ પોતે ફુટબોલ અને ક્રિકેટ રમતા હતા તેઓ ઈચ્છતા હતા કે તેમની 4 પુત્રીઓમાંથી કોઈ એક ખેલાડી બને. તેમણે પોતાના ત્રીજા નંબરની દિકરી નિખત માટે એથલેટિક્સને પસંદ કર્યુ અને નાની ઉંમરમાં જ સ્ટેટ ચેમ્પિયન બનેલી નિખતે પણ પિતાના આ નિર્ણયને સાચો સાબિત કર્યો પરંતુ કાકાની સલાહ પર નિખત બોક્સિંગ રિંગમાં ઉતરી અને 14 વર્ષની ઉંમરમાં જ વર્લ્ડ યુથ બોક્સિંગ ચેમ્પિયન બની અને જે બાદ એક-એક કરીને સફળતાની સીડીઓ ચઢતી ગઈ. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવો આ સફરનો સૌથી મહત્વનો પડકાર છે.