લંડનની વેસ્ટમિન્સટર કોર્ટમાં ભારતના ભાગેડુ કૌભાંડી વિજય માલ્યાના પ્રત્યાર્પણની સુનાવણી દરમ્યાન બ્રિટિશ જજે ટિપ્પણી કરી હતી કે વિજય માલ્યાને લોન આપવા માટે ભારતીય બેન્કોએ નિયમોનું ઉલ્લઘંન કર્યું છે. તેમણે કહ્યું કે સ્પષ્ટ છે કે બેન્કોએ પોતાના જ દિનાનિર્દેશોની અવગણના કરી છે. તેમણે આ મામલે બેન્ક અધિકારીઓ સામે લગાવવામાં આવેલા આરોપોની માહિતી પણ મંગાવી હતી.