જમ્મુ-કાશ્મીરના કુપવાડા, નૌગામ અને તંગધાર સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ શનિવાર રાતથી શરૂ કરેલા મોર્ટારમારાનો આક્રમક જવાબ આપતાં ભારતીય સેનાએ રવિવારે એલઓસી પાર પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરમાં આવેલી પાકિસ્તાની ચોકીઓ અને આતંકવાદીઓના લોન્ચપેડ પર આર્ટિલરી હુમલો કર્યો હતો. ભારતીય સેનાના આર્ટિલરી હુમલામાં જુરા, અંતમુરામ અને કુંદલશાહીમાં ૧૦થી વધુ લોન્ચિંગ પેડ તબાહ થઈ ગયા હતા. ભારતીય સેનાના તોપચીઓએ કરેલા તોપમારામાં નીલમ ઘાટીમાં આવેલા ચાર લોન્ચિંગ પેડનો વિનાશ થયો હતો. ભારતીય સેનાએ તબાહ કરેલી પાકિસ્તાની ચોકીઓ અને લોન્ચિંગ પેડ પર ભારતમાં ઘૂસવા માટે તૈયાર બેઠેલા લશ્કર એ તોયબા અને જૈશ એ મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોના ૩૫થી વધુ આતંકવાદી ઠાર મરાયા હતા.