ભારતીય સેનાએ આજે ૮૦ મિની રિમોટલી પાઇલોટેડ એરક્રાફ્ટ સિસ્ટમ અને ૧૦૦૦ સર્વેલન્સ હેલિકોપ્ટર ખરીદવાની પ્રક્રિયા શરૃ કરી દીધી છે. ચીન સાથે જોડાયેલી વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર પોતાના સર્વેલન્સ તંત્રને મજબૂત બનાવવા માટે આ ખરીદી કરવામાં આવી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે રિમોટ સંચાલિત મિની વિમાન દિવસ અને રાતના સર્વેલન્સ અને ઉંચાઇવાળા વિસ્તારોમાં લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એક આદર્શ મલ્ટી સેન્સર સિસ્ટમ છે.