જમ્મુ-કાશ્મીરના બારામૂલામાં સીઆરપીએફની નાકા પાર્ટી પર સોમવારે થયેલા આતંકવાદી હુમલામાં શહિદ થયેલા જવાનોનો બદલો ભારતીય સેનાએ લીધો છે. સીઆરપીએફની નાકા ટીમ પર થયેલા હુમલોની ગણતરીની જ કલાકમાં જ ભારતીય સુરક્ષા દળોએ આ વિસ્તારમાં છુપાયેલા ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આ તમામ આતંકવાદીઓ લશ્કર-એ-તોયબા સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળેલ છે.
મળતી માહિતી મુજબ ભારતીય સુરક્ષા દળોને કહેવામાં આવ્યું હતું કે આતંકવાદી હુમલો કર્યા બાદ આ વિસ્તારમાં ક્યાંક છુપાયેલા હતા. ભારતીય સુરક્ષા દળોએ તુરંત જ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. શોધખોળ દરમિયાન આતંકીઓએ એક ઘરમાંથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ત્રણેય આતંકવાદીઓ સેનાની જવાબી કાર્યવાહીમાં માર્યા ગયા હતા.