ભારતીય સંરક્ષણની ત્રણેય પાંખોએ પોતાની રીતે દેશભરના કોરોના વોરિયર અને લૉકડાઉન દરમિયાન ધિરજ રાખનારા લોકોનું અભિવાદન કરવાનું નક્કી કર્યું છે. એ માટે ભારતીય સૈન્યની ત્રણેય પાંખો રવિવારે વિવિધ કાર્યક્રમો યોજશે. રવિવારે સવારે કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને દ્વારકાથી દિબુ્રગઢ એટલે કે ભારતના ઉત્તરથી દક્ષિણ છેડા સુધી અને પશ્ચિમથી પૂર્વ છેડા સુધી વાયુસેનાના વિમાનો ઊડશે અને આકાશી સલામ આપશે. આ અંગેની જાણકારી આજે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે આપી હતી. આ તકે સૈન્યની ત્રણેય પાંખના વડા પણ ઉપસ્થિત રહ્યા હતા.