જમ્મુ-કાશ્મીરમાં અનંતનાગ અને શોપિયામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં સેનાએ કુલ 11 આતંકીઓને ઠાર કર્યાં છે જ્યારે એક આતંકીએ આત્મસમર્પણ કર્યુ છે. આતંકીઓ ઈન્ડિય મુઝાહિદ્દીન સાથે જોડાયેલો હોવાનુ ખુલ્યું છે. કાશ્મીરમાં આ દાયકાનું અત્યાર સુધીનો સૌથી મોટું એન્કાઉન્ટર અભિયાન મનાય છે જેમાં એક જ દિવસમાં આટલા આતંકી ઠાર કરાયા હોય. અથડામણમાં સેનાના 4 જવાન પણ ઘાયલ થયા છે.