ભારત-ચીન બોર્ડર પર તણાવ હોવા છતાં ઉત્તર સિક્કિમમાં ભારતીય સૈનિકો ચાઈનીઝ નાગરિકોની મદદ માટે આગળ આવ્યા હતા અને તેમનો જીવ બચાવ્યો હતો. સેના દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે 3 સપ્ટેમ્બરના રોજ ઉત્તર સિક્કિમમાં 'શૂન્ય ડિગ્રી' તાપમાન દરમિયાન એક મહિલા સહિત ત્રણ ચીનના નાગરિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ ત્રણેય ચાઈનીઝ નાગરિકો આશરે 17,500 ફૂટની ઊંચાઇએ ઉત્તર સિક્કિમના ક્ષેત્રમાં અટવાઈ ગયા હતા. ત્યારે ભારતીય જવાનોએ આગળ આવીને તેમને મદદ કરી હતી.