જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસો કરનારું પાકિસ્તાન ફરી એકવાર દુનિયા સામે ખુલ્લું પડી ગયું છે. ભારતીય સેનાએ ફરી એકવાર પાકિસ્તાન બૅટ (બોર્ડર એક્શન ટીમ)ની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો છે. સેનાએ તેનો એક વીડિયો પણ જાહેર કર્યો છે.
ભારતીય સેના દ્વારા જાહેર નિવેદન મુજબ, આ વીડિયો 12-13 સપ્ટેમ્બર દરમિયાનની રાતનો છે, જેમાં જોઈ શકાય છે કે પાકિસ્તાની બૅટ કેવી રીતે હાજીપુર સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યો છે. જોકે, ભારતીય સેનાએ પાકિસ્તાનના ખરાબ ઈરાદાને સફળ ન થવા દીધો અને પાકિસતાની બૅટને પરત જવું પડ્યું. ઉલ્લેખનીય છે કે, ઑગસ્ટમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન તરફથી 15 વાર ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે.