સ્વદેશી હથિયાર પ્રણાલીઓને વેગ આપવા માટે સુરક્ષા બાબતોની મંત્રીમંડળ સમિતિએ પિનાકા મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમ સહિત ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના વધુ મૂલ્યના દારૂગોળાને મંજૂરી આપી છે.
સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિએ એરિયા ડિનાયલ મ્યુનિશન અને પિનાકા રોકેટ સહિત ૧૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનો દારૂ ગોળો ખરીદવાની સેનાની યોજનાને મંજૂરી આપી છે.