પાકિસ્તાન દ્વારા કોઇ પૂર્વ ઉશ્કેરણી વિના સીમાડા પર રોજ થતા તોપમારાના પગલે ભારતીય લશ્કરે આજે વહેલે પરોઢિયે POKમાં ત્રાટકીને કેટલાક લોંચિંગ પેડ્સ નષ્ટ કરી નાખ્યા હતા. પાકિસ્તાની મિડિયાએ આ ઘટનાના ફોટોગ્રાફ્સ રજૂ કર્યા હતા અને એવો દાવો કર્યો હતો કે ભારતીય લશ્કરના હુમલાથી એક મહિલાનું મૃત્યુ થયું હતું અને ચાર વ્યક્તિને ઇજા થઇ હતી. કેટલીક ઇમારતો પણ ધરાશાયી થઇ ગઇ હતી.
પાકિસ્તાની મિડિયાએ એવો દાવો કર્યો હતો કે ભારતીય લશ્કર દ્વારા અગાઉ આટલી હદે તોપમારો કદી થયો નહોતો. આજે શનિવારે સવારે ચાર વાગ્યે ભારતીય લશ્કરે મોર્ટાર અને મિડિયમ રેંજ આર્ટિલરી દ્વારા હુમલો કર્યો હતો. અત્રે એ યાદ રહે કે પાકિસ્તાને ચોવીસ કલાક પહેલાં કોઇ પૂર્વ ઉશ્કેરણી વિના નૌગામ અને તંગધાર સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કર્ચો હતો. એને કારણે કૂપવાડામાં ઘણા લોકોને ઇજા થઇ હતી.
આ વર્ષે સતત પાકિસ્તાન યુદ્ધવિરામનો ભંગ કરી રહ્યું હતું. પરંતુ અત્યાર સુધી ભારતીય લશ્કરે સંયમ રાખ્યો હતો. શનિવારે સવારે ભારતીય લશ્કરે વળતાં પગલાં લીધાં હતાં. પાકિસ્તાનના કેટલાક લોંચિંગ પેડ્સને ધરાશાયી કરી નાખવામાં આવ્યા હતા. હજુ થોડા દિવસ પહેલાંજ ભારતીય લશ્કરના ગુપ્તચર વિભાગને એવી માહિતી મળી હતી કે 300થી વધુ આતંકવાદી લાગ જોઇને બેઠાં હતા. કશ્મીર ખીણ વિસ્તારના ઊરી, કૂપવારા, બાંદીપોરા, ગુરૈજ અને જમ્મુના સંબા અને રાજૌરી-પૂંછ વિસ્તારમાં ઘુસવાના પ્રયાસો આ આતંકવાદીઓ કરવાના હતા. એટલે લશ્કરી ટુકડીઓને સાબદી કરી દેવામાં આવી હતી. છેલ્લા થોડા દિવસથી બલ્કે આ વર્ષના દરેક મહિને પાકિસ્તાન સતત યુદ્ધવિરામનો ભંગ કરીને સીમાડે તોપમારો કરી રહ્યું હતું.
આખરે આજે વહેલી સવારે ભારતીય લશ્કરે જડબાતોડ જવાબ આપીને પીઓકેમાં લોંચિંગ પેડ્સ નષ્ટ કરી નાખ્યા હતા.