ભારતીય મૂળની અમિકા જોર્જને ‘ગોલકીપર્સ ગ્લોબલ ગોલ એવોર્ડ 2018’ થી સન્માનિત કરવામાં આવી છે. આ એવોર્ડને સોશિયલ વર્કના ક્ષેત્રનો ‘ઓસ્કાર’ ગણવામાં આવે છે. અમિકાને એનાં ‘ફ્રી પીરીયડસ’ કેમ્પેન માટે આ એવોર્ડ મળ્યો હતો. ગોલકીપર્સ એવોર્ડની શરૂઆત 2017 માં બીલ અને મીલીન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી. આ એવોર્ડમાં વિશ્વમાં સૌથી ધનિક વ્યક્તિ બીલ ગેટ્સ પણ હાજર હતા.