પેલેસ્ટાઈનમાં ભારતના રાજદૂત મુકુલ આર્યનું નિધન થયું છે. તેઓ દૂતાવાસની અંદર મૃત હાલતમાં મળી આવ્યા હતા. મુકુલ આર્ય પેલેસ્ટાઈનના રમલ્લાહમાં આવેલા ભારતીય દૂતાવાસમાં તૈનાત હતા. વિદેશ મંત્રી એસ જયશંકરે મુકુલ આર્યના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 2008 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી મુકુલ આર્યએ અગાઉ કાબુલ અને મોસ્કોમાં ભારતીય દૂતાવાસોમાં સેવા આપી હતી. પેલેસ્ટાઈનમાં ભારતના રાજદૂત મુકુલ આર્યના નિધન પર વિદેશ મંત્રીએ એક ટ્વીટમાં કહ્યું કે રામલ્લાહમાં ભારતના પ્રતિનિધિ મુકુલ આર્યના નિધન અંગે જાણીને ખૂબ જ દુઃખ થયું છે. વિદેશ મંત્રીએ મુકુલ આર્યને તેજસ્વી અધિકારી ગણાવ્યા. હાલમાં મુકુલ આર્યના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.