ભારતીય વાયુ સેનાએ સ્થાનિક લેવલે લશ્કરી લડાયક પેરાશુટ સિસ્ટનું પરિક્ષણ કર્યુ હતું, પરિક્ષણ દરમ્યાન વાયુ સેનાના જવાને વિમાનમાંથી છલાંગ લગાડી હતી. આ દરમ્યાન તેમણે મુખ્ય પેરાશુટને જાણીજોઈને ઈરાદાપુર્વક અલગ કરી દીધુ હતું અને રિઝર્વ પેરાશુટને બેરોમેટ્રિકથી પહેલાથી, રિઝર્વ હેન્ડલને સક્રિય કર્યા વગર, રિઝર્વ સ્ટેટિક લાઈન (આરએસએલ ) ના માધ્યમથી આપમેળે ખુલવા દીધી હતી. આ ખૂબ જ પડકારજનક અને અત્યંત જોખમી પરીક્ષણ હતું, પરંતુ તેને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.