ભારતીય વાયુસેનાનું મિગ 21 ટ્રેઇનર એરક્રાફ્ટ જેટ ટ્રેનિંગ મિશન દરમિયાન ગ્વાલિયર એરબેઝની પાસે સવારે 10 વાગ્યાની આસપાસ ક્રેશ થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે. જોકે, પ્લેનમાં સવાર બંને પાયલટ ક્રેશ થતાં પહેલા સુરક્ષિત રીતે ઇજેક્ટ થઈ ગયા હતા. જણાવી દઈએ કે પ્લેનમાં ગ્રુપ કેપ્ટન અને સ્ક્વૉર્ડન લિડર સવાર હતા. ભારતીય વાયુસેનાએ કોર્ટ ઓફ ઇન્કવાયરીના આદેશ આપ્યા છે.