આસામના મજુલી વિસ્તારમાં ભારતીય વાયુસેનાનું એક માઇક્રોલાઇટ હેલિકોપ્ટર તૂટી પડવાની ઘટનામાં તેમાં સવાર બન્ને પાઇલોટના મૃત્યુ થયાં હતાં. ગુરુવારે બનેલી આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ કરવા માટેના આદેશ ભારતીય વાયુસેના દ્વારા આપવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસે પણ આ હોનારતની પૃષ્ટિ કરી હતી.