ચીનના હાંગઝોઉ ખાતે રમાઈ રહેલ એશિયન રમતોત્સવ 2023 માં ભારત 13 સુવર્ણ, 21 રજત અને 22 કાંસ્ય ચંદ્રક સહિત કુલ 56 ચંદ્રક જીતીને ચોથા સ્થાને છે. ભારતીય ટેબલ ટેનિસ ખેલાડીઓ અહિકા મુખર્જી અને સુતીર્થ મુખર્જીએ મહિલા ડબલ્સ સ્પર્ધામાં ઐતિહાસિક કાંસ્ય ચંદ્રક જીત્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન રમતોત્સવ 2023 માં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ મહિલા રોલર સ્કેટર્સને અભિનંદન પાઠવ્યા હતા. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ મહિલા સ્પીડ સ્કેટિંગ સ્પર્ધામાં ચંદ્રક જીતવા બદલ રોલર સ્કેટર કાર્તિકા જગદીશ્વરન, હીરલ સાધુ અને આરતી કસ્તુરી રાજને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું, તેમનો અતૂટ નિશ્ચય અને ઉત્કૃષ્ટ ટીમવર્ક ઘણા લોકો માટે પ્રેરણારૂપ છે.