ઝુલન ગોસ્વામી અને પુનમ યાદવની ત્રણ-ત્રણ વિકેટ બાદ પુનમ રાઉત અને મિતાલી રાજની અડધી સદીઓને સહારે ભારતની મહિલા ક્રિકેટ ટીમે ફાઇનલમાં સાઉથ આફ્રિકાને આઠ વિકેટથી હરાવીને ચતુષ્કોણીય વન ડે જંગ જીતી લીધો હતો. મિતાલી રાજે કેપ્ટન તરીકેની ૧૦૦મી મેચને યાદગાર બનાવી હતી, તેની સાથે ભારતે જીતવા માટેના ૧૫૭ રનના પડકારને ૩૩ ઓવરમાં બે વિકેટ ગુમાવીને પાર પાડતા ૧૬૦ રન કર્યા હતા. પુનમ રાઉતને પ્લેયર ઓફ ધ મેચ અને દિપ્તી શર્માને પ્લેયર ઓફ ધ સિરિઝ જાહેર કરવામાં આવી હતી.