Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત અને શ્રીલંકા વચ્ચે આજથી શરૂ થયેલી 3 વન-ડે સિરિઝની પ્રથમ મેચમાં ભારતનો 67 રને વિજય થયો છે. ભારતના 7 વિકેટે 373 રનના જવાબમાં શ્રીલંકાની ટીમ 8 વિકેટે 306 રન કર્યા હતા. શ્રીલંકા તરફથી સૌથી વધુ પથુમ નિશાંકાએ 72 રન જ્યારે દાસુન શનાકા કેપ્ટન ઈનિંગ રમી 108 રન ફટકાર્યા હતા. આ સાથે જ ભારતે શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે. હવે આગામી મેચ 12મી જાન્યુઆરીએ ઈડન ગાર્ડમાં રમાશે. અગાઉ બંને દેશો વચ્ચે રમાયેલી ટી20 સિરિઝમાં ભારતનો 2-1થી વિજય થયો હતો. તો આજની મેચમાં વિરાટ કોહલીએ ધમાકેદાર 113 રન ફટકારી તેની 45મી સેન્ચ્યુરી પુરી કરી છે. તો આ મેચમાં કોહલીએ અનેક રેકોર્ડો પણ તેના નામે કર્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ