મિલનાડુના કન્યાકુમારી જિલ્લામાં નાગરકોઈલમાં ડો.જયશેખરની જન્મશતાબ્દીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના અધ્યક્ષ વી. નારાયણન પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, "આ વર્ષે 16 જાન્યુઆરીએ અમે બે ઉપગ્રહો અવકાશમાં મોકલ્યા હતા તેમને એકસાથે ડોક કરવામાં આવ્યા અને પછી સફળતાપૂર્વક અલગ કરવામાં આવ્યા, આવો સફળ પ્રયોગ કરનાર ભારત ચોથો દેશ છે.