પૂર્વ લદ્દાખ સાથે સંકળાયેલ લાઈન ઑફ કંટ્રોલ (LAC) પર ભારત અને ચીન વચ્ચે તનાવની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. ચીન પીછેહટના કરવાના પોતાના નિર્ણય પર કાયમ છે. જ્યારે ભારત એપ્રિલ પહેલાની સ્થિતિ પર ચીનને પરત ફરવા માટે ભાર મૂકી રહ્યું છે. આ દરમિયાન ભારતે ચીનના વલણમાં ફેરફારની શક્યતા ના જણાતા LAC પર સૈનિકોની સંખ્યા ઓછી ના કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
ભારત સરકારના આ નિર્ણયથી સ્પષ્ટ છે કે, સરહદ પર તનાવ યથાવત રહેશે અને ઠંડીની ઋતુમાં પણ આજ સ્થિતિ જળવાઈ રહેશે.
બીજી તરફ સરહદ પર વિવાદને લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહે પૂર્વ લદ્દાખમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી. આ સમીક્ષા ભારત અને ચીન વચ્ચે સરહદ પરના તનાવને શાંત કરવા માટે રાજનયિક સ્તર પર થયેલી વાટાઘાટોના બે દિવસ બાદ કરવામાં આવી છે.
આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, CDS બીપિન રાવત અને સેનાની ત્રણેય પાંખોના અધ્યક્ષ ઉપસ્થિત રહ્યાં હતા. ભારત અને ચીન વચ્ચ વાતચીતમાં ડેડલૉક આવી ગયો છે. ચીને પેંગોન્ગ ત્સો અને દેપસાંગના વિવાદિત વિસ્તારોમાંથી પોતાની સેનાને પાછળ હટાવવાનો ઈન્કાર કર્યો છે. મેં મહિનાથી ચીને ફિંગર-4 અને ફિંગર-8 વચ્ચેની 8 કિલોમીર લાંબી જમીન પર કબ્જો જમાવ્યો છે.
ભારતે શિયાળામાં લૉજિસ્ટિક્સની વ્યવસ્થા કરવાની શરૂઆત કરી દીધી છે. અહીં ભારત લગભગ વધારાના 35 હજાર સૈનિકોનો કાફલો ખડકી રહ્યો છે.
જણાવી દઈએ કે, ભારત અને ચીન વચ્ચે મે મહિનાની શરૂઆતથી જ તનાવ છે. 15 અને 16 જૂન વચ્ચેની રાત્રે બન્ને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં ભારતના 20 સૈનિકો શહિદ થયા હતા. સામે પક્ષે ચીનને પણ વ્યાપક નુક્સાન થયું હતુ. ચીનના પણ 40થી વધુ સૈનિકો માર્યા ગયા હોવાનો રિપોર્ટ છે, પરંતુ ચીન સત્તાવાર રીતે આંકડો જાહેર નથી કરી રહ્યું.