રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે મુંબઈમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતા ભારતના વિકાસને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો ભારત ચીન અને અમેરિકા જેવું બનવાનો પ્રયાસ કરશે તો તે વિકાસ કરી શકશે નહીં. ભાગવતે કહ્યું કે, ભારતનો વિકાસ કેવી રીતે શક્ય બનશે. આરએસએસના વડાએ કહ્યું કે, ભારતનો વિકાસ તેના વિઝન, પરિસ્થિતિઓ અને તેના લોકોની આકાંક્ષાઓ, પરંપરા અને સંસ્કૃતિ, વિશ્વ અને જીવન વિશેના વિચારો પર આધારિત હશે.