LAC ખાતે સર્જાયેલા સરહદી વિવાદના ઉકેલ માટે ભારત અને ચીનના અધિકારીઓ વચ્ચે આઠમા રાઉન્ડની મંત્રણાના પ્રારંભ સમયે ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે શુક્રવારે જણાવ્યું હતું કે, લદ્દાખ સેક્ટરમાં ચીન સાથે સર્જાયેલા સરહદી વિવાદ મધ્યે ભારત LAC બદલવાની કોઇપણ હરકત સાંખી લેશે નહીં. નેશનલ ડિફેન્સ કોલેજની ડાયમંડ જ્યુબિલી ઉજવણી પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં બોલતાં જનરલ રાવતે જણાવ્યું હતું કે, સુરક્ષાની સમગ્ર સ્થિતિને ધ્યાનમાં લેતાં સરહદી વિવાદ, ઘૂસણખોરી અને કોઇપણ પ્રકારની મોટા યુદ્ધમાં પરિર્વિતત થતા ઉશ્કેરણી વિનાનાં વ્યૂહાત્મક લશ્કરી પગલાંને હળવાશથી લઇ શકાય નહીં. પૂર્વ લદ્દાખમાં એલએસી પર સ્થિતિ તણાવપૂર્ણ છે અને ભારતીય સેનાએ આપેલા જડબાતોડ જવાબના કારણે લદ્દાખમાં ચીની સેના તેના દુઃસાહસનાં પરિણામોનો સામનો કરી રહી છે. ચીની સેનાની ઘૂસણખોરીનાં કારણે સ્થિતિ તણાવપૂર્ણ છે.