કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતીન ગડકરીએ કહ્યું હતું કે ૨૦૨૪ના અંત સુધીમાં સડકોનું પાયાનું માળખું અમેરિકાનાં માપ-દંડો પ્રમાણે હશે. ફીક્કી નાં ૯૫માં વાર્ષિક સંમેલનને સંબોધિત કરતાં તેઓએ કહ્યું હતું કે ૨૪ના અંત સુધીમાં આપણા માર્ગો વિશ્વ કક્ષાના બની રહેશે.
માર્ગ નિર્માણમાં અત્યારે આનુષંગિક ખર્ચાઓ ૧૬ ટકા છે. તે ઘટાડીને ૯ ટકા કરવાના પ્રયાસો ચાલે છે. વાસ્તવમાં આ આનુષંગિક ખર્ચાઓ આપણી સૌથી મોટી સમસ્યા છે.