વિશ્વનાં મોટા ઊભરતા બજારોમાં ૨૦૨૧ સુધીમાં ભારત પર દેવાનો સૌથી વધુ બોજ હશે તેમ મૂડીઝની ઇન્વેસ્ટર સર્વિસે જણાવ્યું હતું. કોરોનાને કારણે ઊભરતા દેશોનાં ગ્રોથ અને આર્થિક વિકાસનું ધોવાણ થયું છે. ૨૦૨૧નાં અંત સુધીમાં મોટા ઊભરતા બજારોનાં દેવામાં જીડીપીનાં ૧૦ ટકા જેટલો વધારો થશે તેમ મૂડીઝે કહ્યું હતું. કેટલાક દેશોએ ઊંચા દેવાં પર ઊંચું વ્યાજ ચૂકવવું પડશે તો વધતી ખાધને કાબૂમાં રાખવા કેટલાક દેશોએ બહારથી સાધનો ઊભા કરવા પડશે.