ભારત આજે નવા મિજાજ સાથે આગળ વધી રહ્યું છે. તે દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. દુનિયાની નંબર-૧ ફિનટેક ઈકો સિસ્ટમ ભારતમાં છે. ભારત નજીકના ભવિષ્યમાં દુનિયાનું ગ્રોથ એન્જિન બનશે અને તેમાં દુનિયાનું સ્કીલ કેપિટલ બનવાની ક્ષમતા છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કુવૈત સિટીમાં ભારતીય પ્રવાસીઓને સંબોધન કરતા જણાવ્યું હતું.