વિશ્વના મોટાભાગના દેશોએ 2024ને અલવિદા કહીને વર્ષ 2025ને આવકાર્યું છે. આ દરમિયાન ભારતમાં પણ નવા વર્ષનું આગમન થઇ ચૂક્યું છે. કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી લોકો ધામધૂમથી ઉજવણી કરી નવા વર્ષને આવકારી રહ્યા છે. દેશના મુખ્ય શહેરોમાં આતશબાજી, ડીજે પાર્ટી અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. દિલ્હી, મુંબઇ, કોલકાતા જેવા શહેરોમાં લોકો હજારોની સંખ્યામાં નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે.