કંબોજે કહ્યું કે અમે આતંકવાદનો સખત વિરોધ કરીએ છીએ. અમે સ્પષ્ટપણે હિંસા વિરુદ્ધ છીએ. અમે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું પાલન કરવા, તણાવમાં વધુ વધારો અટકાવવા, માનવતાવાદી સહાયની ડિલિવરી ચાલુ રાખવા અને તમામ બંધકોની બિનશરતી મુક્તિની તરફેણમાં છીએ.
યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ, રાજદૂત રૂચિરા કંબોજે ગાઝા પટ્ટીમાં માનવતાવાદી પરિસ્થિતિ પર યુએન જનરલ એસેમ્બલી પ્લેનરી સત્રની અનૌપચારિક બેઠકમાં જણાવ્યું હતું કે ભારતીય નેતૃત્વનો સંદેશ સ્પષ્ટ અને તાર્કિક છે.