ભારતે ત્રણ વનડેની સીરિઝની અંતિમ મેચમાં રવિવારે વેસ્ટ ઇન્ડિઝને ચાર વિકેટે હરાવ્યું હતું. કટકના બારાબાતી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં વિન્ડીઝે 50 ઓવરમાં પાંચ વિકેટે 315 રન કર્યા હતા. જવાબમાં ભારતે 48.4 ઓવરમાં 6 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આ જીત સાથે ભારતે સીરિઝ 2-1થી પોતાના નામે કરી છે. જણાવી દઈએ કે વિન્ડીઝ સામે ટીમ ઇન્ડિયાએ સતત 10મી સીરિઝ જીતી છે. અગાઉ અહીંયા સૌથી વધુ રન ચેઝનો રેકોર્ડ ભારતના નામે જ હતો. ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ સામે 2008માં 273 રન ચેઝ કર્યા હતા.