ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લગભગ એક મહિના પછી ફરી ક્રિકેટના મેદાનમાં જંગ ખેલાશે. રવિવારે એટલે કે આજે વિશાખાપટ્ટનમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ T-20 મેચ રમાશે. મેચ સાંજે 7.00 કલાકેથી શરુ થશે. ભારતીય ટીમ T-20 ક્રિકેટમાં પોતાનો દબદબો કાયમ રાખવા પ્રયત્નો કરશે જ્યારે કંગારુ કેપ્ટન એરોન ફિન્ચ પોતાના મેદાનમાં ટેસ્ટ અને વન-ડેમાં મળેલા પરાજયનો બદલો લેવા માંગશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 18 T-20 મુકાબલા થયા છે. જેમાં ભારતનો 11 મેચમાં વિજય અને 6 મેચમાં પરાજય થયો છે. એક મેચ અનિર્ણિત રહી હતી. ભારતમાં રમાયેલી મેચની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ ઘણો શરમજનક છે. ઓસ્ટ્રેલિયા ભારતમાં ચાર T-20 મેચ રમ્યું છે. જેમાં ત્રણમાં તેનો પરાજય થયો છે અને એકમાં તેણે જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે, ભારત પોતાની ધરતી ઉપર સતત સાત મેચ જીત્યું છે.