લદાખમાં ચીન સાથે સંબંધો તંગદિલીભર્યા થયા છે ત્યારે ભારતે અમેરિકા અને જાપાન સાથેની તેની ત્રિપક્ષીય મલાબાર નૌકા કવાયતમાં સામેલ થવા ઓસ્ટ્રેલિયાને આમંત્રણ આપ્યું છે. ત્રણ દેશોની આ નૌકાદળની મલાબાર કવાયતમાં ઓસ્ટ્રેલિયાને સામેલ કરીને ભારતે દરિયાઈ સીમામાં ચીનનો મજબૂત સામનો કરવાનો મક્કમ ઈરાદો દર્શાવ્યો છે. ચાર દેશોના સમૂહ Quadને વધુ મજબૂત કરવાનો સભ્ય દેશોનો ઈરાદો છે. પ્રાદેશિક દેશોનાં સમૂહ કવાડના તમામ સભ્ય દેશોને મલાબાર નૌકદળની કવાયતમાં સામેલ કરવાનો આ પહેલો જ પ્રયાસ છે. ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનું નૌકાદળ આ વર્ષના અંતમાં બંગાળના અખાતમાં ચાર પાંખિયો નૌકાદળ દ્વારા યુદ્ધઅભ્યાસ હાથ ધરશે. આને પરિણામે ચારેય દેશનાં નૌકાદળ એકબીજાની ખાસિયતોથી પરિચિત થશે.