૨૦૨૨માં ભારત સતત પાંચમા વર્ષે વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં ઇન્ટરનેટ શટડાઉન કરનારા દેશોની યાદીમાં ટોચ પર રહ્યું હતું. ન્યુ યોર્ક સ્થિત ડિજિટલ અધિકારની હિમાયત કરતા જૂથ એક્સેસ નાઉના અહેવાલ અનુસાર વૈશ્વિક સ્તરે ૧૮૭ ઈન્ટરનેટ બંધ થવાની ઘટનામાંથી ૮૪ ભારતમાં બની હતી જેમાંથી ૪૯ કાશ્મીરમા બની હતી.