-
પંજાબ નેશનલ બેંક સાથે 13 હજાર કરોડની ચીટીંગ કરી બ્રિટનમાં રહેતા નિરવ મોદીને ભારત પરત લાવવાની કાયદાકીય પ્રક્રિયા લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં ચાલી રહી છે. મોદીએ રજૂ કરેલી જામીન અરજીનો ભારતે વિરોધ કરીને કોર્ટને જાણ કરી કે મોદીએ યુનિટી ટ્રેડીંગ એફઝેડઇના ડિરેક્ટર આશિષ લાડ કે જેઓ કેસમાં સાક્ષી છે તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી કે જો તે તેની વિરૂધ્ધ નિવેદન આપશે તો જાનથી મારી નાંખીશ. આ ઉપરાંત મોદીએ ખોટા નિવેદનના બદલામાં 2 મિલિયન ડોલરની ઓફર પણ કરી હતી. આ ઉપરાંત મોદીએ એક મોબાઇલ ફોન અને કેસ સાથે જોડાયેલી વિગતોવાળુ સર્વરનો નાશ કર્યો છે. તેથી જો તેને છોડવામાં આવશે તો વધુ પુરાવાનો નાશ કરશે. મોદી હાલ ત્યાંની જેલમાં બંધ છે. અને છૂટવા માટે જામીન અરજી કરી છે. તેની સુનાવણી ચાલી રહી છે.છેલ્લે મળતાં અહેવાલ અનુસાર નિરવ મોદીની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.